કોટડા સાંગાણી કોટડાસાંગાણીમાં છેલ્લા કેટલાક સમયથી બાયપાસ રોડની માગણી કરવામાં આવતી હતી જે સંતોષાતાં લોકોમાં રાહત ફરી વળી છે. ગામમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની જવા પામી હતી. કોટડાસાંગાણીમાં બસ સ્ટેન્ડથી શરીફ ચોક સરદાર ચોક નવા દરવાજા સુધી ટ્રાફિક સમસ્યા વકરી હતી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી. આથી બાયપાસ રોડની અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હતી. આ રોડ માટે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના પ્રયાસોથી આ બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે.
જેના પગલે કોટડાસાંગાણીમાં ટ્રાફિક ની સમસ્યાનો હલ થશે. કોટડાસાંગાણી અરડોઈ રોડ થી કોટડાસાંગાણી ગોંડલ રોડ જોડતો બાયપાસ મંજુર કરાયેલ છે બાયપાસ રોડ માટે કોટડાસાંગાણી માં તાલુકા પંચાયત કચેરીમાં એક મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં તમામ ખેડૂતોને બોલાવામાં આવ્યા હતા અને જે ખેડૂતોની જમીન સંપાદન થવાની છે તેમની સાથે રૂબરૂ ચર્ચા કરાઇ હતી.