મેષઃ-
પોઝિટિવઃ- ઘરની સાથે-સાથે બહારની ગતિવિધિઓ ઉપર પણ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. તમારી યોગ્યતા અને વ્યપારિક વિચારથી લાભના નવા અવસર મળી શકે છે. ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ જાળવી રાખવાથી તમારી અંદર પોઝિટિવ વિચાર બની રહેશે અને આત્મબળ પણ વધશે.
નેગેટિવઃ- કોઇ નજીકના મિત્રના ખરાબ વ્યવહારથી તમે ભાવનાત્મક રૂપથી થોડા સમય માટે દુઃખી થઈ શકો છો. જલ્દી જ તમે તમારી મનો સ્થિતિ ઉપર કાબૂ પણ મેળવી લેશો. પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યાને દૂર કરવામાં તમારી વિશેષ કોશિશ રહેશે.
વ્યવસાયઃ- વેપારને લગતી ગતિવિધિઓ સામાન્ય ચાલતી રહેશે.
લવઃ- લગ્ન સંબંધોની તમારા માન-સન્માન ઉપર નકારાત્મક અસર પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- ભાવનાત્મક રૂપથી મનોબળમા થોડો ઘટાડો આવી શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ વધવાથી તમારા વ્યવહારમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે. તમે કોઈપણ શ્રેષ્ઠ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓ અને યુવાઓ પોતાના અભ્યાસ કે લક્ષ્યને લઇને ગંભીર રહી શકે છે.
નેગેટિવઃ- સાથે જ પારિવારિક ગતિવિધિઓ અને જરૂરિયાતો ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. બાળકોની યોજનાઓમાં પણ તેમનો સહયોગ કરવો તેમના આત્મબળને વધારશે. કોઈ નજીકના સંબંધી સાથે રૂપિયા-પૈસાને લગતા કાર્યોને લઇને તણાવ ઊભો થઈ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધો ગાઢ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે ઇન્ફેક્શન કે છાતિમા દુખાવાની સ્થિતિ બની શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડા એવા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરશો, જેનાથી સંબંધીઓ વચ્ચે અને ઘર-પરિવારમાં તમારું માન-સન્માન વધશે. તમે ડિસિપ્લિન જાળવી રાખવાથી કાર્યપ્રણાલીમાં પણ સારો સુધાર આવશે.
નેગેટિવઃ- આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. સાથે જ ધ્યાન રાખો કે કોઈ જૂનો મુદ્દો ઉભરી આવવાથી નજીકના લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. ઘરના વડીલોનું માન-સન્માન ઘટે નહીં તેનું ધ્યાન રાખો
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ આજે થોડી ધીમી રહી શકે છે.
લવઃ- જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા મનોબળને જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- વિચારોમાં પોઝિટિવિટી જાળવી રાખવી જરૂરી છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- આજે તમને તમારા કોઈ વિશેષ કાર્યને પૂર્ણ કરવામાં ખાસ મિત્રનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ યોગ્ય યોગદાન રહેવાથી માન-સન્માન વધશે.
નેગેટિવઃ- બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી મન થોડું પરેશાન રહેશે. આ સમય શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓને ઉકેલવાનો છે. આ સમયે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકશે નહીં
વ્યવસાયઃ- વ્યક્તિગત સમસ્યાઓના કારણે તમે તમારા વેપાર ઉપર વધાર ધ્યાન આપી શકશો નહીં.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જાળવી રાખવા માટે એકબીજા સાથે તાલમેલની જરૂરિયાત રહેશે.
સ્વાસ્થ્યઃ- વધારે તણાવ અને વ્યસ્તતાના કારણે શારીરિક નબળાઈ રહેશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે પરિસ્થિતિ ખૂબ જ ધનદાયક છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને શરૂ કરવાની ઊર્જા પ્રદાન કરી રહી છે. તમારી ક્ષમતાઓ અને ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. બાળકો તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે.
નેગેટિવઃ- ધનને લગતો કોઈ નિર્ણય લેતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખો. નહીંતર લોન લેવા જેવી સ્થિતિ બની શકે છે. ઈગો અને ગુસ્સાના કારણે ઘરનું વાતાવરણ ખરાબ થઈ શકે છે. એટલે પોતાના વ્યવહારમાં ધૈર્ય અને સંયમ જાળવી રાખવું જરૂરી છે.
વ્યવસાયઃ- આજે કોઈ નવા કામની યોજના શરૂ થઈ શકે છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- થોડા દિવસોથી ચાલી રહેલા કામથી રાહત મેળવવા માટે આરામ અને મનોરંજનમાં સમય પસાર કરો. ઘર-પરિવાર પ્રત્યે પણ તમારું યોગદાન રહેશે. ઘણી સમસ્યાઓ ઉકેલવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ પણ રહેશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ નજીકના સંબંધી સાથે પારિવારિક મામલે વિવાદ થઈ શકે છે. અન્ય લોકોની વાતોમાં આવશો નહીં કેમ કે તેની અસર પરિવારની વ્યવસ્થા ઉપર પડી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની અવરજવરને પણ ટાળો તો સારું રહેશે
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.
લવઃ- લગ્નસંબંધ યોગ્ય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- તણાવના કારણે સ્વભાવમાં ચીડિયાપણુ રહેશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- મિત્રો તથા મનોરંજનમાં સારો સમય પસાર થશે. તમે તમારી યોગ્યતા દ્વારા થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો જે ફાયદો આપી શકે છે. બાળકોને સફળતા મળવાથી ઘર-પરિવારમાં પણ ઉત્સવનું વાતાવરણ રહેશે.
નેગેટિવઃ- કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કામથી દૂર રહો. નહીંતર તમે પણ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તેની નકારાત્મક અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે. ભાઈઓ સાથે સંબંધ બનાવીને રાખવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાય તરફ તમારું વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે.
લવઃ- પતિ-પત્નીમાં એકબીજાનો વ્યવહાર સંબંધને મજબૂત કરશે.
સ્વાસ્થ્યઃ- વધારે ચિંતા કરવાના કારણે તમારી અંદર ઊર્જા ઓછી રહેશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- તમારું કોઈપણ કામ પ્લાનિંગ સાથે કરવું અને પોઝિટિવ વિચાર રાખવા તમને નવી દિશા આપશે. સાથે જ ઘરમાં જો કોઈ સુધારને લગતી યોજનાઓ બની રહી છે, તો વાસ્તુ નિયમો પ્રમાણે કામ કરવું તમારા માટે ફાયદો આપી શકે છે.
નેગેટિવઃ- અન્ય લોકોની વાતોમાં આવશો નહીં અને તમારા મનનો અવાજ સાંભળો. તમારી અંતરાત્મા તમને યોગ્ય રસ્તે આગળ વધવાની પ્રેરણા આપશે. જેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં સહયોગિઓ અને જીવનસાથીના નિર્ણયને પ્રાથમિકતા આપો.
લવઃ- પ્રેમ સંબંધોમાં કોઇ કારણોથી ભાવનાત્મક અંતર આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે ચર્ચા-વિચારણાં કરવા અને તણાવ લેવાથી માથાનો દુખાવો અને પેટ ખરાબ થવાની સમસ્યા વધી શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમા સારી બની રહી છે. તેનું યોગ્ય સન્માન કરો. તમે તમારી બુદ્ધિમતા દ્વારા ઘર તથા વેપારને લગતી સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને પણ શિક્ષાને લગતા યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- કોઈ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં થોડી સમસ્યાઓ આવવાથી ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે. તમારી દખલ અને સલાહથી સમાધાન પણ મળી શકે છે. માત્ર પરિસ્થિતિઓને ધૈર્ય અને શાંતિથી ઉકેલવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગને લગતા કાર્યોમાં આજે વધારેમાં વધારે સમય પસાર કરો.
લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ- પરિવારના કોઇ સભ્યને એલર્જી જેવી સમસ્યા રહી શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજકાલ તમે તમારી કાર્યપ્રણાલી અને વ્યક્તિત્વ ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છો. જેનું તમને પોઝિટિવ પરિણામ મળી શકે છે. કોઈ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક સમારોહમાં સામેલ થવાનું પણ નિમંત્રણ મળશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારો કોઈ વહેમના કારણે કોઈ સંબંધી સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. અન્ય લોકોના મામલે પોતાને અલગ જ રાખો. નહીંતર તેની નકારાત્મક અસર તમારા પારિવારિક જીવન ઉપર પણ પડી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સારી ચાલતી રહેશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- આજે તમે તમારા અને તમારા પરિવાર પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો. અન્ય લોકોની સલાહ અને ધર્મ-કર્મના કાર્યોમાં પણ સારો સમય પસાર થશે. તમારી પ્રતિભા અને યોગ્યતાના પણ વખાણ થશે. બાળકોને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પણ સંપન્ન થઈ શકે છે.
નેગેટિવઃ- તમારી સુખ-સુવિધાઓ ઉપર વધારે ખર્ચ કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખો. નાણાકીય મામલાને લઇને નજીકના વ્યક્તિ સાથે વિવાદની સ્થિતિ બનવાની શક્યતા છે. નાની-નાની વાતોના કારે દુઃખી થવું યોગ્ય નથી.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમે વધારે મહેનત અને ક્ષમતા લગાવશો.
લવઃ- પતિ-પત્નીનું એકબીજા પ્રત્યે વધારે આશા રાખવું નુકસાનદાયી સાબિત થઈ શકે છે
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- થોડા પારિવારિક વિવાદ આજે ઉકેલાઈ જવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઇ પ્રોપર્ટી લેવાનું ઇચ્છો છો તો આ સમયે સ્થાન પરિવર્તનના પણ યોગ છે.
નેગેટિવઃ- સાવધાન રહો કેમ કે કોઈ અજાણ વ્યક્તિ તરફથી તમને નુકસાન પહોંચી શકે છે. બાળકોના અભ્યાસને લગતા કાર્યોમા ભાગદોડ સાર્થક સિદ્ધ થશે. ખોટા ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો.
વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા કાર્યોમાં લાભની સ્થિતિ છે.
લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભાના દુખાવાની સ્થિતિ રહી શકે છે.