મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના શખ્સોએ શહેરના વેપારીને 7.83 કરોડની રકમ નહીં ચૂકવી પરપ્રાંતીય શખ્સોએ છેતરપિંડી આચરી છે. પુષ્કરધામ રોડ પર એપેક્ષ કોર્પોરેશન નામે પેઢી ધરાવતાં અશોકભાઇ દુધાગરાએ ફરિયાદમાં આરોપી તરીકે નાગપુરના શેતકારી સહકારી સુગીરણી મર્ય માલાપુરના ચેરમેન બન્દુ તાગડે, આંધ્રપ્રદેશની સાગર કોટન સ્પિન મિલના માલિક મચેરલામેરી, નાસીકના ઓમ ગોડાઉનના માલિક એકતા શેઠ તથા હમઝા અને આસીફ, માલેગાંવના શિવ ટેક્સટાઇલના ભરત, બાલાજી સ્પિનિંગ મિલ મહારાષ્ટ્રના રાજેન્દ્ર તથા પ્રતિક અને દીપા ટેક્સટાઇલના વિનોદ યાદવના નામ આપ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલાં બન્દુ તાગડે સાથે પરિચય થયો હતો, એપેક્ષ પેઢી વચ્ચે માલનું ખરીદ-વેચાણના હિસાબ પેટે રૂ.4,75,42,875 લેવાના હતા પણ તાગડેએ તે રકમ ચૂકવી નહોતી. મચેરલામેરીએ પણ લે વેચના રૂ.1.23 કરોડ ચૂકવવામાં હાથ ઉંચા કરી દીધા હતા. મહારાષ્ટ્રના ઓમ ગોડાઉનના સંચાલકો એકતા શેઠ અને તેના ભાગીદારો સાથે કોન્ટ્રાક્ટ કરીને તેમનું ગોડાઉન ભાડે રાખ્યું હતું અને તેમાં રૂ.1,10,97,610નો માલ રાખ્યો હતો જે માલ પર આરોપીઓએ કબજો જમાવી દીધો હતો.