Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મોટી કંપનીઓની ટેક્સ ટીમને સરેરાશ 70 ટકા સમય કર નિયમોના અનુપાલનમાં વિતાવવો પડે છે. વિભિન્ન સરકારી એજન્સીઓ તરફથી એકત્ર કરાયેલા આંકડાઓનો ઉપયોગ કરીને આ સમયને ઘટાડી શકાય છે. ડેલોઇટના એક સરવેમાં આ સૂચન કરવામાં આવ્યું છે. સલાહકાર કંપની ડેલૉયટ દ્વારા જારી કરાયેલા એક સરવે અનુસાર કંપનીઓએ ટીડીએસની જોગવાઇના અનુપાલનમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે.


ટેક્સ નિયમો અંતર્ગત માહિતી આપવાની જોગવાઇને વધુ સરળ બનાવીને પ્રક્રિયાને વધુ ઝડપી અને કારગર બનાવી શકાય છે. ભારતમાં ટેક્સ ડિજિટલાઇઝેશનને લઇને જારી કરાયેલા આ સરવે અનુસાર કર અનુપાલનમાં ટેક્સ ટીમને લાગતો વધુ સમય એ ચિંતાનો વિષય છે અને વહીવટી વિભાગ અને કરદાતાઓ વચ્ચે ચર્ચા કરીને તેનું નિરાકરણ થાય તે આવશ્યક છે. મોટી કંપનીઓમાં ટેક્સ વિભાગમાં મોટી ટીમ હોવા છતાં 70 ટકા સમય કર અનુપાલન પર જ લગાવવો પડે છે.

આજે કોર્પોરેટ કરદાતા કર અનુપાલનમાં જેટલો સમય વિતાવે છે, તેને જોતા અનુપાલન પ્રક્રિયાનું આધુનિકીકરણ થાય તે સમયની માંગ છે. બે તૃતીયાંશ સહભાગીઓ અને 6,400 કરોડ રૂપિયાથી વધુ કારોબાર ધરાવતી કંપનીઓના 84 ટકા લોકોએ કહ્યું કે જીએસટી , ફેમા અંતર્ગત જાણકારીનો ઉપયોગ કરીને આવકવેરાના અનુપાલનની કેટલીક શરતોને વધુ સરળ બનાવી શકાય છે.