Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત નાણાવર્ષ 2030-31 સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઇ રહ્યું છે, જેનું કારણ વાર્ષિક ધોરણે 6.7%નો મજબૂત આર્થિક વૃદ્ધિદર છે તેવું ક્રેડિટ રેટિંગ એજન્સી એસ એન્ડ પી ગ્લોબલે જણાવ્યું હતું. અર્થતંત્રની વૃદ્ધિને વેગ આપવા માટે વધુ કેટલાક પગલાંઓ પણ સૂચવ્યા હતા.


ગ્રોથ મોમેન્ટમને જાળવવા માટે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ તેમજ લોજિસ્ટિક્સને સુધારવા માટે સતત સુધારા મહત્વપૂર્ણ છે, જેનાથી ખાનગી ક્ષેત્રે પણ રોકાણને વેગ મળશે અને જાહેર મૂડી પરની નિર્ભરતા ઘટશે. ક્રેડિટ રેટિંગ એજન્સીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે ભારતીય ઇક્વિટી માર્કેટ મજબૂત ગ્રોથની સંભાવનાઓ અને ચુસ્ત નિયમનને કારણે વધુ ગતિશિલ અને સ્પર્ધાત્મક રહેશે.

ભારત ઉભરતા માર્કેટ ઇન્ડેક્સમાં સામેલ થવાને કારણે ભારતીય સરકારી બોન્ડમાં વિદેશી રોકાણમાં વધારો થઇ રહ્યો છે. રેટિંગ એજન્સીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત વેપારને વધારવા માટે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરશે તેમજ ભૌગોલિક રાજકીય વ્યૂહરચના બનાવશે.