Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

IPL-2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું. ટીમે 166 રનનો ટાર્ગેટ 9.4 ઓવરમાં વિના નુકશાને ચેઝ કરી લીધો હતો. IPLમાં 150+ સ્કોરનો આ સૌથી ઝડપી રન ચેઝ છે. અગાઉનો રેકોર્ડ ડેક્કન ચાર્જર્સના નામે હતો. ટીમે 2008માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 12 ઓવરમાં 155 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો.


SRH માટે ટ્રેવિસ હેડે 30 બોલમાં અણનમ 89 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેક શર્માએ 28 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા. બંનેએ 167 રનની સદીની ભાગીદારી કરી હતી. બંનેએ મળીને 16 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા. લખનઉના બોલરો એક પણ વિકેટ લઈ શક્યા ન હતા.

અગાઉ, હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 165 રન બનાવ્યા હતા. LSG તરફથી આયુષ બદોનીએ અણનમ 55 અને નિકોલસ પૂરને અણનમ 48 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ હતી. કેપ્ટન કેએલ રાહુલે 29 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે માત્ર 12 રનમાં 2 વિકેટ લીધી હતી. કેપ્ટન પેટ કમિન્સને 1 વિકેટ પણ મળી. તેણે કૃણાલ પંડ્યાને પણ રન આઉટ કર્યો હતો.