બ્રિટિશ રાજધાની લંડનમાં હીથ્રો એરપોર્ટ 18 કલાક પછી ખુલ્યું. બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ અહીં ઉતરી. વાસ્તવમાં, ગુરુવારે રાત્રે એરપોર્ટ નજીક એક ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગી હતી. જેના કારણે એરપોર્ટ કામગીરી બંધ કરવી પડી.
બંધને કારણે 1350 ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે 2 લાખ 91હજાર મુસાફરો પ્રભાવિત થયા હતા. પશ્ચિમ લંડનના હેયસમાં આગ લાગી હતી. આના કારણે 5,000થી વધુ ઘરોનો વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો.
બ્રિટનની આતંકવાદ વિરોધી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સબસ્ટેશનમાં આગ લાગવા પાછળ કોઈ ખરાબ ઈરાદો હતો કે નહીં.