ભારતની ત્રીજી સૌથી મોટી એરલાઇન વિસ્તારા આવતીકાલે એટલે કે 11મી નવેમ્બરે તેની છેલ્લી ફ્લાઇટનું સંચાલન કરશે. એર ઈન્ડિયા 12 નવેમ્બરથી વિસ્તારાની તમામ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ માટે ટિકિટ બુકિંગ પણ એર ઈન્ડિયાની વેબસાઈટ દ્વારા કરવામાં આવશે.
એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જર ડીલ પર નવેમ્બર 2022માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેને સપ્ટેમ્બર 2023માં ભારતીય રેગ્યુલેટર કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
આ મર્જર પછી, એર ઈન્ડિયા ગ્રૂપ બજારહિસ્સાની દૃષ્ટિએ ઈન્ડિગો પછી દેશની બીજી સૌથી મોટી સ્થાનિક એરલાઈન અને સૌથી મોટી આંતરરાષ્ટ્રીય એરલાઈન બની ગઈ છે.