બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં 61 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું છે, સત્તાવાર માહિતી અનુસાર તમામ મુસાફરોના મોત થયા છે.
એરલાઈન વોઈપાસે એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે સાઓ પાઉલોના ગુઆરુલહોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતું પ્લેન ક્રેશ થયું હતું. તેમાં 57 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા. અકસ્માત કયા કારણોસર થયો તે જાણી શકાયું નથી.
જે પ્લેન ક્રેશ થયું તેનું રજીસ્ટ્રેશન PS-VPB, ATR 72-500 છે. તેમાં કુલ 74 લોકો બેસી શકે છે. જો કે, અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટના સમયે વિમાનમાં 62 લોકો હતા.