રાજકોટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતાં મહિલાને મુંદ્રા અદાણી પોર્ટના ઓક્શન વિભાગમાંથી વાત કરતાં હોવાનું કહી ખાંડનો જથ્થો સસ્તામાં આપવાની લાલચ આપી મહિલા પાસેથી રૂ.1.58 લાખ મેળવી છેતરપિંડી આચરી હતી.
રેલનગરમાં રહેતા અને ખાનગી લેબોરેટરીમાં લેબ ટેક્નિશિયન તરીકે નોકરી કરતાં નવીનભાઇ રસિકભાઇ વાઘેલા (ઉ.વ.39)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિપેશ અને અજય પ્રકાશ ચૌહાણના નામ આપ્યા હતા. નવીનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પત્ની પાયલબેન શ્રીહરિ ગ્લોબલ નેક્સેસ નામે કંપની ચલાવે છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે. ગત તા.25 મેના પાયલબેનના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ મુંદ્રા અદાણી પોર્ટ ઓક્શન વિભાગના રંજના મેડમના પીએ દિપેશ તરીકેની આપી હતી અને ખાંડનો જથ્થો વેચવાનો હોવાની અને રૂ.22ની કિલો લેખે ખાંડ આપવાની વાત કરી હતી.