વૈશ્વિક સ્તરે ભારતીય મજબૂત અર્થતંત્ર, શેરમાર્કેટમાં રિટેલ રોકાણકારોનો સતત વધી રહેલો ઉત્સાહ અને શેરબજારની તેજીના પગલે દેશમાં એક લાખ કરોડથી વધુ માર્કેટકેપ ધરાવતી કંપનીઓની સંખ્યા વધીને 80 થઇ ચૂકી છે. માર્ચમાં સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-24માં, રૂ. 1 લાખ કરોડથી વધુ મૂલ્ય (માર્કેટ કેપ) ધરાવતી કંપનીઓ 67% વધીને 80 થઈ છે. 2022-23માં આવી 48 કંપનીઓ હતી. 2021-22માં પણ તેમની સંખ્યા એટલી જ હતી. એટલે કે આ દરમિયાન એક પણ નવી કંપની એક લાખ કરોડની ક્લબમાં સામેલ થઈ શકી નથી.
2020-21 ની સરખામણીમાં એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ 2021-22માં 33% અને એક વર્ષ પહેલા (2020-21માં) 89.5% વધી હતી. તેનાથી વિપરીત 2018-19 અને 2019-20 વચ્ચે આવી કંપનીઓની સંખ્યા 29થી ઘટીને 19 થઈ ગઈ હતી. આ સમય દરમિયાન કોરોના મહામારી મુખ્ય કારણ રહ્યું હતું. અને આ સમયે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસર કંપનીઓના માર્કેટ કેપ પર પડી હતી. શેરબજારીની તેજીના કારણે વધુ કંપનીઓનો ઉમેરો થશે.આ 10 કંપનીઓ ટૂંક સમયમાં 1 લાખ કરોડ રૂપિયાની થઈ શકે.