શહેરમાં અસામાજિક તત્ત્વોને કાયદાનો કોઇ ખોફ ન હોય તેમ અવારનવાર ભયનો માહોલ ફેલાવી નિર્દોષ લોકોને માર મારતા હોવાના બનાવોને અંજામ આપી રહ્યા છે. આવો જ એક વધુ બનાવ સંત કબીર રોડ, શક્તિ સોસાયટી-5માં રવિવારે બન્યો હતો. જેમાં પેડક રોડ, રત્નદીપ સોસાયટી-6માં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા કૌશલ અશોકભાઇ અગ્રાવત નામના યુવાનને સંદીપ પ્રવીણ, પ્રવીણ અને એક અજાણ્યા શખ્સે ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ મુજબ, ઉપરોકત શખ્સો તેના મકાન પાસેના ખાલી પ્લોટમાં કાચની બોટલોના ઘા કરતા હોય તેમને ટપાર્યા હતા. જેથી ત્રણેય ઉશ્કેરાય જઇને ગાળો ભાંડી ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં પગમાં તેમજ માથામાં ગંભીર ઇજા થઇ હતી. ત્રણેય શખ્સે જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.