રાજકોટની ભાગોળે જ એક નવું રાજકોટ આકાર લઈ રહ્યું છે. અહીંયાં બનાવવામાં આવેલાં અટલ સરોવરને નવા રાજકોટનો આત્મા પણ કહી શકાય. એની ભવ્યતા એટલી સુંદર છે કે પ્રથમ દૃષ્ટિએ જ સરોવર સાથે પ્રેમ થઈ જાય. રાજકોટમાં ગરબાનાં આયોજન તો અનેક સ્થળે થાય છે પરંતુ નવા રાજકોટમાં અટલ સરોવરની અત્યંત નજીક પ્રથમ વખત અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
શનિવારે રાત્રે અહીંયાં અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયા ઝૂમી રહ્યા હતા ત્યારે વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું. વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા હતા. આ સમયે લેવાયેલી તસવીરમાં અટલ સરોવરની ભવ્યતામાં અર્વાચીન રાસોત્સવની ઝળઝળતી દિવ્યતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.