દુનિયાભરમાં તણાવ વધી રહ્યો છે. ટેક્નોલોજી અને હથિયારોની હોડ મચી ગઈ છે. ચાલુ મહિને અમેરિકાએ ચીનમાં એડવાન્સ્ડ સેમીકન્ડક્ટરનો સપ્લાય અટકાવી દીધો છે. તેનાથી ચીન અને અમેરિકા ફરી સામસામે આવી ગયા છે. તેને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ રાષ્ટ્રીય કટોકટી ગણાવી છે. તેના બાદથી ચીને સેમીકન્ડક્ટરના ક્ષેત્રમાં પોતે આત્મનિર્ભર બનવા ટેક્નો-નેશનાલિઝ્મનો સૂત્ર આપ્યો છે.
દેશના દરેક નાના-મોટા એકમને ફક્ત સેમીકન્ડક્ટર નિર્માણ કરવા લગાડી દેવાયા છે. ચીને 2025 સુધી સેમીકન્ડક્ટરમાં આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય રાખ્યું છે. ચીનનું ટેક્નો-નેશનાલિઝ્મનું સૂત્ર એટલા માટે વધુ અસરદાર જણાય છે કેમ કે તેના પહેલા તેણે આવી જ રીતે ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લાવવા માટે આવા જ રાષ્ટ્રવાદની વાત કહી હતી અને તેના પરિણામ આજ સુધી ઓલિમ્પિક ગેમ્સમાં જોવા મળે છે.
ખરેખર ચીને આ સૂત્રની સાથે જ અમેરિકા સહિત દુનિયાને જણાવી દીધું છે કે અર્થતંત્ર તેનો ટોપ એજન્ડા છે. આ એક પ્રકારનું ટેક્નોલોજી યુદ્ધ છે. જોકે ચીને અગાઉ 2015માં મેડ ઈન ચાઈના 2025 પ્રોજેક્ટની શરૂઆત કરી હતી જેમાં ચીનનો ઉદ્દેશ્ય આધુનિક ટેક્નોલોજી જેમ કે ઓટોમેશન, ડ્રાઈવરલેસ કાર અને માઈક્રોચિપ્સમાં અમેરિકાથી મુકાબલો કરવાનો હતો પણ માઈક્રોચિપ્સ મામલે તેને વધુ સફળતા પ્રાપ્ત થઇ નહોતી. એટલા માટે હવે તેને યુદ્ધસ્તરે શરૂ કર્યું છે. અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચીનની એક સેમીકન્ડક્ટર કંપની પર રોક લગાવી હતી.