ગોંડલ શહેર પંથકની જનતા ઉત્સવ પ્રેમી ગણાય છે દરેક તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે આવનાર ચૂંટણી ઉત્સવને પણ ધામધૂમથી ઉજવવા શહેર તાલુકાના સવા બે લાખ મતદારો સજજ થઈ જવા પામ્યા છે. વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, તે પહેલાથી જ ગોંડલ વિધાનસભાની બેઠક રાજ્યભરમાં હોટ ટોપિક થઈ જવા પામી હતી. ભાજપ, કોંગ્રેસ, આપ કે અન્ય કયા પક્ષના કોણ ઉમેદવાર ગોંડલની સીટ પરથી ચૂંટણી લડશે તેની ચર્ચા સમગ્ર રાજ્યમાં હજુ પણ ચાલી જ રહી છે ત્યારે ગોંડલ શહેર પંથકમાં 2,28,438 મતદારો નોંધાયા છે.
જેમાં પુરુષની સંખ્યા 1,18,218 છે તો સ્ત્રીઓની સંખ્યા 1,10,212 નોંધાયેલી છે જ્યારે અન્યની સંખ્યા આઠ મળતા કુલ સવા બે લાખથી પણ વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો લીડર ગોંડલ વિધાનસભા બેઠકની રાજગાદી પર બેસાડશે.