અમદાવાદ શહેરના મણીનગર રેલવે ક્રોસિંગ પાસે સવારના સમયે રેલવેમાં ફરજ બજાવતાં આધેડ વયના વ્યક્તિએ ટ્રેનની નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. હમસફર ટ્રેન આવવાની હોવાથી બંને બાજુના ક્રોસિંગ ફાટક બંધ હતા, જેથી વાહનચાલકો ઉભા હતા, ત્યારે લોકોની નજર સામે આ આધેડે પાટા પર સૂઈને જૂનિયર એન્જિનિયરે ટ્રેન નીચે કચડી મરીને આપઘાત કરી લીધો છે. ઘટના બનતાં ઉપસ્થિત લોકોમાં હાહાકાર મચી ગયો હતો. આ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધીને પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથધરી છે.
મણિનગરમાં સીએનઆઈ ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા 54 વર્ષીય અશ્વિન રાઠોડ રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. અશ્વિનભાઈ ગુરુવારે બપોરે 3થી રાતના 11 વાગ્યા સુધી ફરજ બજાવી હતી અને શુક્રવારે તેમની રજા હોવાથી ઘરે જ હતા. આ દરમિયાન સવારના સમયે તેઓ મણિનગર રેલવે ક્રોસિંગ પાસે જામનગર હમસફર ટ્રેન આવવાની હોવાથી તંત્ર દ્વારા બંને તરફના ક્રોસિંગ બંધ કરી દેવાયા હતા. બીજીતરફ રાહદારીઓ અને વાહનચાલકો ટ્રેન પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ટ્રેન જેવી નજીક આવી કે તરત અશ્વિનભાઇએ પાટા પર સૂઇ ગયા હતા. ત્યારે ટ્રેન તેમની પર ફરી વળતાં તેમનું મોત નિપજ્યું હતું.