ભારતનો સ્ટાર બેટર કિંગ કોહલી T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાંથી બહાર થઈ શકે છે. ટેલિગ્રાફે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે નેશનલ સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝન આ 35 વર્ષીય ભારતીય બેટર માટે છેલ્લી તક છે, જો તે આ સીઝનમાં વધુ સારું પ્રદર્શન કરી શકશે તો તેને ટીમમાં રાખવા માટે વિચારણા થઈ શકે છે. તે છેલ્લા 2 મહિનાથી બ્રેક પર છે. કોહલીએ T20 વર્લ્ડ કપમાં 131.30ના સ્ટ્રાઈક રેટથી 1141 રન બનાવ્યા છે.
વિરાટ કોહલી તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ નહોતો. સિરીઝ પહેલાં જ તેણે વ્યક્તિગત કારણોસર રજા લઈ લીધી હતી. વિરાટ કોહલીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 17 જાન્યુઆરીએ અફઘાનિસ્તાન સામે રમી હતી