ભાજપના એજન્ડામાં અયોધ્યા પછી હવે મથુરા ટોચ પર પહેશે. 1989માં શ્રીરામ જન્મભૂમિનો પ્રસ્તાવ લવાયો હતો, તેવી જ રીતે પક્ષની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. પરિષદની બેઠક 16થી 18 ફેબ્રુઆરી વચ્ચે દિલ્હીના ભારત મંડપમ્્માં મળશે. તેમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, વિરોધ પક્ષના નેતા, પ્રદેશ અધ્યક્ષ સહિત રાષ્ટ્રીય પરિષદના 8000 પ્રતિનિધિ જોડાશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકનો મુખ્ય એજન્ડા શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ હોઈ શકે છે. આ પ્રસ્તાવ સીધો ભાજપ રજૂ કરે કે પછી વિહિપ જેવાં કોઈ સંગઠન થકી લાવવો, તેનું પક્ષના ટોચના નેતાઓમાં મંથન ચાલી રહ્યું છે.