Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બ્રાઝિલમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના હજારો સમર્થકો પોલીસ બેરિકેડ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યા હતા. આ લોકોએ તોડફોડ કરી હતી. પોલીસે હંગામો મચાવનારા 400 લોકોની ધરપકડ કરી છે.


સરકારી ઈમારતોમાં ઘૂસેલા તત્વોને પોલીસે બહાર કાઢી મૂક્યા છે. સરકારે કહ્યું કે આ અચાનક હુમલા જેવું હતું. ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ બનેલા લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ હુમલાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું.

બ્રાઝિલની મુખ્ય સરકારી ઈમારતોમાં જે રીતે હિંસા થઈ હતી, તેવી જ હિંસા 2 વર્ષ પહેલાં 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકામાં પણ થઈ હતી. ત્યારબાદ ચૂંટણી હારી ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ હિલ એટલે કે યુએસ સંસદમાં ઘૂસી ગયા હતા. ત્યાં પણ તોડફોડ થઈ હતી. આ ઘટનાની તપાસ કરી રહેલી સમિતિએ હિંસા માટે ટ્રમ્પને જ જવાબદાર ઠેરવ્યા હતા. બ્રાઝિલના ન્યાય પ્રધાન ફ્લાવિયો ડીનોએ કહ્યું, "ઇન્ટરનેટ પર હજુ પણ એવા લોકો છે જેઓ કહી રહ્યા છે કે આવી આતંકવાદી ઘટનાઓ બંધ નહીં થાય. પરંતુ અમે તેમને એવું કરવા દઈશું નહીં. તેઓ બ્રાઝિલના લોકતંત્રને નષ્ટ કરી શકશે નહીં. અમે રાજકીય સંઘર્ષને અપરાધના રસ્તે નહીં જવા દઈએ. ગુનેગારો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવશે.