Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત ગ્રીન એનર્જીના સંદર્ભમાં વિશ્વનું પાવર હાઉસ બનવાના માર્ગે છે. આ સેક્ટરમાં ભારતની વૃદ્ધિ સંકેત આપી રહી છે. 2024માં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના માત્ર 8 મહિનામાં 18.8 ગીગાવોટ નવા રિન્યુએબલ જનરેટર ઉમેરવામાં આવ્યા હતા. આ 2023માં ઉમેરાયેલા રિન્યુએબલ જનરેટર કરતાં વધુ છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEAના અહેવાલ મુજબ ભારત માત્ર ગ્રીન એનર્જીની ઉત્પાદન ક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહ્યું નથી પરંતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ ઝડપભેર આગળ વધી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં ભારતમાં કુલ ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા 34 GW સુધી પહોંચવાની શક્યતા છે. એજન્સીએ ગયા અઠવાડિયે અંદાજ લગાવ્યો હતો કે 2030 સુધીમાં આ અંદાજ સરેરાશ બમણો થઈને 62 GW થઈ જશે. IEA અનુસાર, ગ્રીન એનર્જીમાં ભારતનો ગ્રોથ બીજા છ માસમાંમાં ચીનથી આગળ નીકળી જશે. મેરકોમ ઈન્ડિયા રિસર્ચ અનુસાર ભારત 2026 સુધીમાં દર વર્ષે 172 ગીગાવોટ સુધીની સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરશે. ભારત 2040 સુધીમાં તેની અંદાજીત ગ્રીન એનર્જીની જરૂરિયાતો પૂરી કરશે. આ સાથે ભારત વિશ્વને નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન પર લઈ જવાની દિશામાં આગળ વધશે.

ભારતની રિન્યુએબલ એર્જી ક્ષમતા દેશની કુલ ઉર્જા ક્ષમતા વૃદ્ધિના બમણા દરે વધવાની ધારણા છે તેવો નિર્દેશ ક્રિસિલના અહેવાલમાં રજૂ કરાયો છે. નાણાકીય વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતા, મોટા હાઈડ્રો પ્રોજેક્ટ્સને બાદ કરતાં 16.5 ટકા-17 ટકાના વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)થી વધીને 360-370 GW સુધી પહોંચવાનો અંદાજ છે. જ્યારે દેશની એકંદર વીજ ક્ષમતા માર્ચ 2024 સુધીમાં 442 ગીગાવોટની સ્થાપિત ક્ષમતાથી 7.5 ટકા-8 ટકા વધશે. માર્ચ 2024ના અંતે ભારતમાં કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 442 GW હતી, જેમાં મોટા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ સહિત લગભગ 191 GW નો રિન્યુએબલ એનર્જીનો હિસ્સો છે.