માર્કેટ વેલ્યુએશનની વાત કરીએ તો દેશની ટોચની 10 કંપનીઓમાંથી 6ના વેલ્યુએશનમાં ગયા સપ્તાહના ટ્રેડિંગ બાદ રૂ. 2.03 લાખ કરોડનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સૌથી વધુ નફો કરતી હતી. કંપનીનું માર્કેટ કેપ રૂ. 62,574.82 કરોડ વધીને રૂ. 16.09 લાખ કરોડે પહોંચ્યું છે.
તે જ સમયે HDFC બેંકે તેના મૂલ્યાંકનમાં રૂ. 45,338 કરોડ ઉમેર્યા, હવે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્કનું માર્કેટ કેપ રૂ. 14.19 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન આ સમયગાળા દરમિયાન રૂ. 26,185 કરોડ વધીને રૂ. 17.75 લાખ કરોડ થયું છે.
જ્યારે ગત સપ્તાહના ટ્રેડિંગ બાદ ટેલિકોમ કંપની ભારતી એરટેલના મૂલ્યમાં રૂ. 16,720 કરોડનો ઘટાડો થયો છે અને કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 9.10 લાખ કરોડ થયું છે. તે જ સમયે ITC, હિન્દુસ્તાન યુનિલિવર અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LICના મૂલ્યાંકનમાં પણ ઘટાડો થયો છે.