દુનિયાભરમાં પાણીનો વ્યય એક મોટી સમસ્યા બની ગઈ છે, અને તેનાં મુખ્ય કારણોમાંથી એક છે પાઈપલાઈન નેટવર્કમાં પાણીને લોકો સુધી પહોંચાડતા પહેલાં જ થતું લીકેજ છે. આ સમસ્યાના સમાધાન માટે સ્માર્ટબોલ વિકસિત કરાયો છે, જે પાઈપલાઈન લીકેજને શોધી તેના સમારકામમાં મદદ કરશે.
સ્માર્ટબોલ એક ટેનિસ બોલના આકારનું ઉપકરણ છે, જે પાઈપોની અંદર રહે છે અને પાઈપોમાં પાણીના લીકેજની સચોટ જાણકારી મેળવે છે. આ ઉપકરણ તે નાના લીકેજને પણ ઓળખી શકે છે, જેને સામાન્ય રીતે જોઈ શકવું મુશ્કેલ હોય છે. તેનો ઉપયોગ ઈટલી અને અન્ય ક્ષેત્રોમાં પાઈપલાઈનની સમસ્યાઓના સમાધાનમાં ઝડપથી વધી રહ્યો છે.
કઈ રીતે કામ કરે છે સ્માર્ટબોલ? સ્માર્ટબોલમાં લાગેલાં સેન્સર પાઈપોની અંદર વહેતા પાણી અને લીકેજનો અવાજને સાંભળી તેનું વિશ્લેષણ કરે છે. આ ટેક્નિક ન માત્ર લીકેજની જાણકારી મેળવે છે પણ જીપીએસના માધ્યમથી તે લીકેજની સટીક સ્થિતિ પણ જણાવે છે, જેથી સમારકામનું કામ તરત શરૂ કરી શકાય. યુરોપમાં, જ્યાં આશરે 25% પાણી પાઈપલાઈન લીકેજને કારણે બરબાદ થાય છે ત્યાં સ્માર્ટબોલ ટેક્નિકથી આ નુકસાનને રોકવાની આશા છે. ઉદાહરણ તરીકે ઈટલીના ઇસ્કિયા ટાપુ પર સ્માર્ટબોલનો ઉપયોગ કરીને લીકેજની ઓળખ કરાઈ, જેથી પ્રતિ સેકન્ડ 50 લિટર પાણી બચાવી શકાયું. આ પાણી ઇસ્કિયાની કુલ વપરાશનો લગભગ એક તૃતીયાંશ જેટલો હિસ્સો છે.