11 ઓક્ટોબરે સેન્સેક્સ 230 પોઈન્ટના ઘટાડા સાથે 81,381 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 34 પોઈન્ટ ઘટીને 24,964ની સપાટીએ બંધ રહ્યો હતો.
તે જ સમયે, BSE સ્મોલ કેપ 246 પોઈન્ટ વધીને 56,600 ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 28 ઉપર અને 22 ડાઉન હતા. NSEના ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ 1.19%નો ઉછાળો રહ્યો હતો.
ICICI બેંક, HDFC બેંક, TCS અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માર્કેટ લુઝર હતા. જ્યારે, ઈન્ફોસિસ, HCL ટેક અને લાર્સન એન્ડ ટુબ્રોએ બજારને ઊંચુ ખેંચ્યું હતું.