બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીના સાંસદે 1960ના દાયકામાં કરવામાં આવેલા મેડિકલ રિસર્ચની તપાસની માગ કરી છે. આ અંતર્ગત ભારતીય મૂળની 21 મહિલાઓને રેડિયોએક્ટિવ રોટલી ખવડાવવામાં આવી હતી. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ મહિલાઓની રોટલીમાં આયર્ન-50 આઇસોટોપ ઉમેરવામાં આવ્યા હતા.
આનો હેતુ એ જોવાનો હતો કે મહિલાઓના શરીરમાં આયર્નની ઉણપ આનાથી દૂર થશે કે નહીં. તાઈવો ઓવાટેમી ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ વિસ્તારમાં સાંસદ છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર લખ્યું - હું તે મહિલાઓ અને તેમના પરિવારો વિશે ચિંતિત છું જેમના પર આ સંશોધન કરવામાં આવ્યું હતું.