Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભુજ તાલુકાના કુકમાની રામકૃષ્ણ ટ્રસ્ટે કરેલા પ્રયાસોને સફળતા મળી છે અને કચ્છની દેશી ગાયના ગોબરમાંથી બનેલી મોબાઈલ ચિપને આંતરરાષ્ટ્રીય પેટન્ટ અપાઇ છે. કુકમામાં ગૌવિજ્ઞાન માટે સમર્પિત સંસ્થા રામકૃષ્ણ ટ્રસ્ટે 2016માં આ પ્રોડક્ટ પર પેટન્ટ ફાઇલ કરી હતી, જેને સરકારની અને વિજ્ઞાનની મહોર મળી છે.


ગોબર ચિપ મોબાઈલ તેમજ લેપટોપ કે, કોમ્પ્યૂટરમાંથી નીકળતા નુક્સાનકારક રેડિએશન સામે રક્ષણ આપી હકારાત્મક ઉર્જા શરીરને આપતી હોવાનો દાવો સંસ્થા દ્વારા કરાયો હતો. ભારતીય નસ્લની ગાયોના ગોબરમાં હકારાત્મક ઉર્જાનો ભંડાર છે એ વાતને સાબિત કરવા માટે સંસ્થા દ્વારા 2016માં ભારતમાં સંભવત: પ્રથમવાર ગોબર એન્ટી રેડીએશન ચિપનું નિર્માણ કરાયું હતું.

ગોબર ચિપ હકીકતમાં હકારાત્મક ઉર્જા વધારે છે તે માટે બેલાસ્ટિક ગેલવેનો મીટર પર તેની ચકાસણી પણ કરાઇ હતી. વધુમાં 10 લોકો પર તેનું પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ તેના પેટન્ટ માટે અરજી કરાઇ હતી. અરજી બાદ થયેલી કસોટીમાં પાર પડતાં ગાયના વિજ્ઞાનને “cowdung based radiation ane energy masking chips” ના નામે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ સોલંકીએ જણાવ્યું કે, ગોબર ચિપને સરકારી પેટન્ટ મળતા તેને ઓર બળ મળ્યું છે. આવનારા સમયમાં ગાયની ઓળખ વધારે સ્પષ્ટ થશે અને તે રખડતી અટકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.