જમ્મુની ગલીઓમાં ક્રિકેટ રમીને નીકળેલો 23 વર્ષનો છોકરો રાતોરાત ફેમસ થઈ ગયો છે. કારણ- તે IPL ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બની ગયો છે. વિવ્રાંતે રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોતાની ડેબ્યૂ મેચમાં 47 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી. SRH માટે રમતા, તેણે MI સામે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
આ પહેલા ભારતીય ખેલાડી તરીકે સ્વપ્નિલ અસનોડકરના નામે ડેબ્યુ મેચમાં 60 રન બનાવવાનો રેકોર્ડ હતો. જોકે, IPL ડેબ્યૂમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમના નામે છે. તેણે 2008માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતી વખતે અણનમ 158 રન બનાવ્યા હતા. આઈપીએલની આ પ્રથમ સિઝન હતી.
IPL સુધી વિવ્રાંતની સફર આસાન નહોતી. તેના પિતાનું 14 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ વિવ્રાંતને બોક્સર બનાવવા માગતા હતા. વિવ્રાંતનો મોટો ભાઈ ક્રિકેટ રમતો હતો, પરંતુ તેણે વિવ્રાંતની કારકિર્દી માટે તેની ક્રિકેટ કારકિર્દી છોડી દીધી હતી.