ભારત વર્ષ 2030 સુધીમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનવા માટે સજ્જ છે પરંતુ વધતી વસ્તી મૂળભૂત સેવાના કવરેજ તેમજ પ્રોડક્ટિવિટી જાળવવા માટે રોકાણની વધતી જરૂરિયાતને આડે પડકાર રજૂ કરે છે તેવું S&P ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું છે.
રિપોર્ટ અનુસાર ઉભરતા અર્થતંત્રો આગામી દાયકા માટે ઉચ્ચ મહત્વાકાંક્ષા ધરાવે છે અને ભારત વર્ષ 2047 સુધીમાં $30 ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે, જે અત્યારે $3.6 લાખ કરોડ છે. ભારત અત્યારે પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે.
ભારત આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર તેમજ વર્ષ 2030 સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા માટે તૈયાર છે. વર્ષ 2024માં ભારતનો જેપી મોર્ગન ઇમર્જિંગ માર્કેટ બોન્ડ ઇન્ડેક્સમાં પ્રવેશ વધુ સરકારી રોકાણ લાવશે અને સ્થાનિક કેપિટલ માર્કેટમાં નોંધપાત્ર સંશાધનો માટેનો માર્ગ મોકળો કરશે. આ માત્ર પહેલું પગલું છે. રોકાણકારો આગામી સમયમાં પણ માર્કેટ સુધી વધુ સારી પહોંચ માટે આતુર રહેશે.
S&Pએ જણાવ્યું હતું કે આગામી દાયકામાં વૈશ્વિક અર્થતંત્રને આકાર આપવામાં ઉભરતા માર્કેટની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે, જેની મારફતે વર્ષ 2035 સુધીમાં ઉભરતા માર્કેટમાં 4.6%ના જીડીપી ગ્રોથનું લક્ષ્ય છે, જે વિકસિત દેશોમાં અત્યારે 1.59%ની આસપાસ છે.