શહેરમાં રેલનગરના ઇલેક્ટ્રિશિયન યુવાન સાથે તેના વિસ્તારમાં મિત્રના નામે ફોન કરી હોસ્પિટલના નામે મદદ કરવાના બહાને ઓનલાઇન 23 હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેલનગરમાં રામેશ્વર પાર્કમાં રહેતા પીયૂષભાઇ ગિરીશભાઇ ટાંકએ ફરિયાદ કરી હતી. જેમાં અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે રૈયાધાર દ્વારકેશ સોસાયટીમાં કિશનભાઇના ઘેર ઇલેક્ટ્રિક કામ કરતો હતો ત્યારે ફોન આવ્યો હતો. જેમાં તેને કહ્યું કે, હું શિવેન્દ્ર બોલું છું. તમે મને ઓળખો છો. જેથી મેં તેને તમે રેલવેમાં નોકરી કરો છો અને અમારા વિસ્તારમાં રહો છો. જેથી તેને હા પાડી અને અને મારો મિત્ર દવાખાનાની લાઇનમાં ઊભો છે અને તેને પૈસાની જરૂર છે અને મારા ખાતામાંથી પૈસા જતા નથી જેથી તમે મદદ કરો. જેથી તેને તમારા ખાતામાં 10 હજાર નાખું છું. તમે તેને મોકલી આપજો કહ્યું હતું. બાદમાં તેને પેટીએમ નંબર મોકલ્યા હતા. જેમાં તેને બે-બે હજાર કરી ચાર હજાર નાખ્યા હતા. બાદમાં ફરી તેનો ફોન આવ્યો હતો અને તમારો આભાર મને મદદ કરી તેમ જણાવ્યું હતું.