Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દસ લાખ યુવાનોને રોજગારી આપવાનું અભિયાન શરૂ કરશે. આ કાર્યક્રમને ‘રોજગારી મેળો’ નામ અપાયું છે. તેમાં 75 હજાર યુવાનોને નિમણૂકપત્ર અપાશે. વડાપ્રધાને આ વર્ષે જૂનમાં જ સરકારનાં વિવિધ મંત્રાલયો અને વિભાગોને મિશન મોડથી દસ લાખ હોદ્દા પર ભરતી કરવાનો નિર્દેશ કર્યો હતો.


દેશભરમાં પસંદગી પામેલા નવા કર્મચારીઓને ભારત સરકારના વિવિધ 38 મંત્રાલય અને વિભાગોમાં નિમણૂક અપાશે. આ નિમણૂકો કેન્દ્ર સરકારમાં ગ્રેડ એ, બી અને સી સ્તરના હોદ્દા પર થશે. આ નિમણૂકોમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોના કર્મીઓ, કોન્સ્ટેબલ, એડીસી, સ્ટેનો, પીએ, આઈટી ઇન્સ્પેક્ટર અને એમટીએસ વગેરે સામેલ છે.