અબજોપતિ એલન મસ્ક સ્પેસએક્સ ઇવેન્ટમાં LSD અને કોકેનનો ઉપયોગ કર્યો હતો. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મસ્કે ઇવેન્ટમાં LSD અને કોકેનનું સેવન કરી ભાષણમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એવા અહેવાલો આવ્યા હતા કે મસ્ક ડિપ્રેશનની સારવાર માટે કેટામાઇન જેવી સાયકેડેલિક ડ્રગ્સનો ઉપયોગ કરે છે.
રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ટેસ્લા અને સ્પેસએક્સના ઘણા બોર્ડ સભ્યોએ મસ્ક દ્વારા ડ્રગ્સના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેનો ઉપયોગ મસ્કના સ્વાસ્થ્ય અને તેમના બિઝનેસ સામ્રાજ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.