શહેરમાં એક વિસ્તારમાં રહેતી ત્યક્તાને એસઓજીના પોલીસમેન હોવાની ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી અને તેને છૂટાછેડા થયાનું કહી હવે તારી સાથે લગ્ન કરવાનું કહી અવાર-નવાર ઘેર તેમજ હોટેલો અને અન્ય સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચરી તેના ન્યૂડ ફોટા-વીડિયો ઉતારી લીધા હતા. દરમિયાન શખ્સ તેની પત્ની સાથે રહેતો હોવાની જાણ થતા મહિલાએ સંબંધ પૂરા કરવાનું કહેતા માર મારી મહિલાના પિતા સહિતને ન્યૂડ ફોટો-વીડિયો વાઇરલ કરતા મહિલાએ ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
જામનગર રોડ પર શેઠનગર મેરિગોલ્ડ સોસાયટીમાં રહેતો અને સસ્પેન્ડેડ જીઆરડી જવાન આશિષ અનંતરાય રાવલનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને 2015માં તેના પતિ સાથે છૂટાછેડા થઇ ગયા છે અને બે સંતાન સાથે રહે છે. તેમજ દોઢેક વર્ષ પહેલાં ફ્રોડના બનાવમાં આશિષની પત્ની સાથે વાત કરતા અને જેથી આશિષે ફોન નંબર મેળવી વાતચીત બાદ મેસેજ કરવાનું ચાલુ કર્યું હતું. દરમિયાન પહેલા તે એસઓજીમાં નોકરી કરતો હોવાનું કહી તેની પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા છે અને હાલ મારે તમારી સાથે લગ્ન કરવા છે તેમ કહી ફસાવી હતી. દરમિયાન અગાઉ લીમડા ચોક પાસે પણ આશિષે મારકૂટ કરી હતી. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આરોપી આશિષની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં અગાઉ આશિષ રાવલ પોલીસ હેડ ક્વાર્ટરમાં એમટી વિભાગમાં જીઆરડીમાં નોકરી કરતો હતો. જ્યાં તે માથાકૂટ કરતો હોય ચારેક માસથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.