રાજકોટ સહિત રાજ્યની 17 મહાનગરપાલિકામાં 48 ટકા નાગરિકો વસે છે ત્યારે આ મનપા હેઠળના વિસ્તારોમાં રોડ, પાણી, સેનીટેશન, આરોગ્ય, શિક્ષણ, ટેક્સ સહિતની કામગીરી કરવા માટે જીપીએસસી દ્વારા વર્ગ-1 અને 2ના અધિકારીઓની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કરી હતી.
મનપાઓએ વર્ગ-1- અને વર્ગ-2ની જગ્યા પર ભરતી કરવાની રહેશે નહીં, આ ભરતી હવે જીપીએસસી મારફત થશે તે બાબત સ્પષ્ટ થઇ ગઇ છે. આ મનપામાં ભરતી માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના ભરતી નિયમો ઘડતી વખતે તા. 14 ફેબ્રુઆરી,2019ના ઠરાવને ધ્યાનમાં રાખવામાં આવશે. હવે મહાનગરપાલિકાઓએ તેમના હસ્તકની પ્રથમ અ્ને બીજા વર્ગની જગ્યાઓ માટેની ભરતીની સત્તા તેમની સામાન્ય સભા અથવા સક્ષમ સત્તાની મંજૂરી મેળવીને જીપીએસસીને આપવાની રહેશે.જે મનપાની જગ્યા ભરવાની સત્તા જીપીએસસીને આપવામાં આવે તેવી જ જગ્યાઓ પર આયોગ ભરતી કરશે. જે જગ્યાઓ મહાનગરપાલિકા વતી આયોગ દ્વારા ભરાશે તે જગ્યાઓ મહાનગરપાલિકાની ગણાશે,