રાજકોટમાં સોમવારે અને મંગળવારે સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યારે આજે સતત ત્રીજા દિવસે સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
જેમાં RTO, કોર્પોરેશન, માર્ગ-મકાન વિભાગ, ક્રાઇમ બ્રાન્ચ, પીજીવીસીએલ વગેરે કચેરીઓ ખાતે ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક કર્મચારીઓ દંડાયા હતા. જોકે ઘણા કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવતા જોવા મળ્યા હતા. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ડીસીબી પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, દૂધસાગર રોડ પર આવેલ પીજીવીસીએલની વિભાગીય કચેરી, રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી, યાજ્ઞિક રોડ પર આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી આરટીઓ ઓફિસ સહિતની સરકારી કચેરી ખાતે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં હેલ્મેટ ન પહેરનાર કર્મચારીઓને રોકડ અને ઈ-ચલણ મારફત દંડ કરવામાં આવ્યો હતો.