Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશની નાની કંપનીઓ યોગ્ય ટ્રેક પર આગળ વધી રહી છે. 7 વર્ષમાં તેનો નફો 242% વધ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ સેગમેન્ટમાં લિસ્ટેડ કંપનીઓએ પોતાના દેવામાં નોંધપાત્ર રીતે ઘટાડો કર્યો છે. નાણાવર્ષ 2023-24માં 183 લિસ્ટેડ SME કંપનીઓનો ડેટ/ઇક્વિટી રેશિયો 0.5ના સ્તરે આવ્યો છે. જે નાણાવર્ષ 2018 બાદ સૌથી ઓછો છે. 2017-18 દરમિયાન આ કંપનીઓનો સરેરાશ ડેટ/ઇક્વિટી રેશિયો 0.9 હતો. તેની તુલના (બેન્ક અને ફાઇનાન્સ સેક્ટરને છોડીને) BSE 200 ઇન્ડેક્સની 152 કંપનીઓ સાથે કરવામાં આવી હતી.


આ વિશ્લેષણમાં સામેલ SME કંપનીઓએ 2017-18માં કમાયેલા પ્રત્યેક રૂ.100ના નફાની તુલનામાં 2023-24માં રૂ.342નો નફો કર્યો હતો. એટલે કે SMEની નફાકારકતા 242% વધી છે. જ્યારે BSE 200 કંપનીઓમાં તે 100થી વધીને રૂ.218 થયો છે. એટલે કે SME કંપનીઓનો નફો BSE 200માં લિસ્ટેડ કંપનીઓથી બમણાથી વધુ રહ્યો છે.

અત્યારનું પ્રમાણ પણ સારું :કંપનીની મજબૂતી માપવાનું વધુ એક માપદંડ કરન્ટ રેશિયો પણ ગત નાણાવર્ષે છેલ્લા 7 વર્ષમાં સૌથી સારો રહ્યો હતો. તે 2023-24માં 3.4 રહ્યો હતો. 2017-18માં 3 પર હતો. જ્યારે આટલા વર્ષોમાં BSE 200 કંપનીઓમાં આ આંકડો 1.3થી સુધરીને 1.4 પર જ પહોંચી શક્યો છે.

Recommended