Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇક્વિટી માર્કેટમાં ચાલુ વર્ષે આઇટી કંપનીઓના શેર્સમાં સરેરાશ 14 વર્ષમાં સૌથી નબળું પ્રદર્શન નોંધાવ્યું છે. સેન્સેક્સ 63 હજારની સપાટીને સ્પર્શ્યા બાદ અત્યારે 62 હજાર પોઇન્ટની ઉપર છે. એનાલિસ્ટોએ આશંકા વ્યક્ત કરી છે કે સ્થાનિક IT કંપનીઓ લાંબા સમય સુધી મંદીનો સામનો કરી શકે છે.


નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર 2022માં અત્યાર સુધીમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ સરેરાશ 25% ઘટ્યો છે. જો તેમાં સુધારો નહીં થાય તો 2008 પછી આઇટી ઇન્ડેક્સનું આ સૌથી નબળું પ્રદર્શન હશે. 14 વર્ષ પહેલાં વિશ્વ નાણાકીય કટોકટીની ઝપેટમાં હતું અને આઇટી ઇન્ડેક્સ લગભગ 55% તૂટી ગયો હતો. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક લેહમેન બ્રધર્સના પતન બાદ વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

IT સ્ટોક્સે 2021 સુધી સતત 5 વર્ષ સુધી 31% રિટર્ન આપ્યું
2021 સુધીમાં આ શેરોમાં સતત પાંચ વર્ષ સુધી મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન નિફ્ટી આઇટીએ લગભગ 31% નું વાર્ષિક રિટર્ન આપ્યું હતું. રોકાણકારે 2016માં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ શેર્સમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો 2021 સુધીમાં તેની મૂડી લગભગ રૂ. 3.85 લાખ થઈ ગઈ હોત. પરંતુ આ વર્ષે ઘટીને રૂ. 2.89 લાખથી ઓછું થઈ ગયું હશે.

વિકસિત દેશોમાં મંદીના કારણે IT શેરો માટે જોખમ વધ્યું
બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલએ એક યાદીમાં જણાવ્યું હતું કે યુએસ અને યુરોપ જેવી વિકસીત અર્થવ્યવસ્થાઓ મંદીની ઝપેટમાં છે. ભારતીય આઇટી સેવાઓ કંપનીઓની લગભગ 90% આવક આ દેશોમાંથી છે.