વિધાનસભાની ચૂંટણીના મહાસંગ્રામમાં એક બાદ એક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે આજરોજ ગોધરા વિધાનસભા 126 બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ પટેલ પોતાના સમર્થકો અને કાર્યકરોની સાથે ગોધરા પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું.
વિધાનસભાની ચૂંટણીના મહાસંગ્રામમાં એક બાદ એક ઉમેદવારો પોતાની આગવી સ્ટાઇલમાં ઉમેદવારી પત્રો ભરવા માટે આવી રહ્યા છે. પરંતુ ગોધરા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોતાની અનોખી સ્ટાઇલ અને દેશી પદ્ધતિ અનુસાર પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે હાથમાં ઝાડુ અને ગફુલીના તાલે નાચતાં-નાચતાં ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા હતાં. ગોધરા નગરજનોમાં આ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ગોધરા વિધાનસભા 126 બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ પટેલ આજરોજ પોતાની ઉમેદવારી પત્ર નોંધવા માટે સમર્થકો સાથે આવ્યા હતાં. ત્યારે તેઓ 'આપ'ના કાર્યકરો સાથે ગફુલીના તાલે નાચતાં નજરે ચડ્યા હતા. ગોધરા શહેરના સાપા ગામે રહેતાં અને સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા અને ખેતી અને ઘરકામ જેવા કામમાં સંકળાયેલા રાજેશ પટેલ મધ્યમ વર્ગમાંથી આવે છે.