ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈએ શનિવારે ઈઝરાયલના હુમલા પર પોતાનું પહેલું નિવેદન આપ્યું હતું. સમાચાર એજન્સી એપી અનુસાર, ખામેનેઈએ કહ્યું કે, ઈઝરાયલને ઈરાન અને તેના યુવાનોની તાકાત સમજાવવી જરૂરી છે.
ખામેનેઈએ કહ્યું કે, ઈઝરાયલના હુમલાને ન તો અતિશયોક્તિ કરવી જોઇએ અને ન તો ઓછી આંકવી જોઇએ. તે અધિકારીઓ પર નિર્ભર કરે છે કે તેઓ ઈરાની લોકોનો સંદેશ ઈઝરાયલ સુધી કેવી રીતે પહોંચાડે છે. અધિકારીઓએ એવા પગલા લેવા જોઈએ જે દેશના હિતમાં હોય.
બીજી તરફ ઈરાનના અધિકારીઓએ પણ કહ્યું છે કે તેમની પાસે ઈઝરાયલના હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે. જો કે, ઈરાની સૈન્ય પહેલાથી જ કહી ચૂક્યું છે કે ગાઝા અને લેબનનમાં યુદ્ધવિરામ કોઈપણ જવાબી હુમલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
ઈરાનના સુપ્રીમ લીડર રવિવારે ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેઓ મૃતકના પરિવારજનોને મળ્યા હતા.