Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર અમેરિકાની કમાન સંભાળવા જઇ રહ્યા છે. તાજેતરમાં USમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની ભવ્ય જીત બાદ અમેરિકાના શેરમાર્કેટમાં તેજી જોવા મળી છે. બ્લૂમબર્ગ બિલયનેર ઇન્ડેક્સ અનુસાર બુધવારે વિશ્વના ટોચના 10 ધનિક લોકોની નેટવર્થમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. આ દરમિયાન તેમની નેટવર્થમાં $64 અબજ એટલે કે રૂ.54,00,03,27,36,000ની તેજી નોંધાઇ. આ ટોચના 10 ધનકૂબેરોની નેટવર્થમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.


ઇલોન મસ્ક ટ્રમ્પની જીતથી ઇલોન મસ્કને સૌથી વધુ ફાયદો થયો છે. બુધવારે નેટવર્થમાં $26.5 અબજની તેજી જોવા મળી હતી. મસ્કે ટ્રમ્પના પક્ષમાં પ્રચાર કર્યો હતો. પાર્ટીને $119 મિલિયન ડોનેટ કર્યા હતા.

જેફ બેઝોસ જેફ બેઝોસની નેટવર્થમાં $7.14 અબજનો વધારો થયો છે. બેઝોસે વૉશિંગ્ટન પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના એંડોર્સમેન્ટને રોકવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.

માર્ક ઝકરબર્ગ ઝકરબર્ગને કેટલાક અંશે ખોટ થઇ હતી. તેમની નેટવર્થમાં $80.9 મિલિયનનો મામૂલી ઘટાડો થયો છે. આ વર્ષે તેમના નેટવર્થના ગ્રાફમાં $74.4 અબજનો ઉપરની તરફ વધારો જોઇ શકાય છે