Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની 52મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને તેના ઘરઆંગણે 4 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમે પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. ટીમે પ્લેઓફમાં પ્રવેશવા માટે બાકીની તમામ મેચ જીતવી પડશે. વર્તમાન સિઝનમાં હૈદરાબાદની આ ચોથી જીત છે. ટીમના હવે 8 પોઇન્ટ્સ છે.


હૈદરાબાદે પ્રથમ વખત 200+ના સ્કોરને ચેઝ કર્યો છે. આટલા મોટા સ્કોરને ચેઝ કરતી વખતે ટીમ 11 મેચ હારી છે.

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 2 વિકેટે 214 રન બનાવ્યા હતા. હૈદરાબાદના બેટર્સે 215 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કર્યો હતો. આ મેચની ગેમ ચેન્જર ફ્રી હિટ હતી જે હૈદરાબાદને સંદીપ શર્માના છેલ્લા બોલ પર નાખી હતી. સંદીપે 20મી ઓવરનો છેલ્લો બોલ નો બોલ નાખ્યો અને હૈદરાબાદને બોનસ તરીકે ફ્રી હિટ મળી હતી. અને આ છેલ્લા બોલે અબ્દુલ સમાદે છગ્ગો ફટકાર્યો હતો અને ટીમને જીત અપાવી હતી.

Recommended