જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેમણે શુક્રવારે (28 જુલાઈ) દિલ્હી મેટ્રોમાં સવારી કરી હતી. તેમની તસવીરો જાપાનના વિદેશ મંત્રાલયે શેર કરી છે. આ દરમિયાન તેમની સાથે સ્ટાફ અને સિક્યુરિટી હાજર હતા.
જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી 27 જુલાઈના રોજ જ દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ભારતની બે દિવસની મુલાકાતે છે. આ વર્ષે તેમની આ બીજી ભારત મુલાકાત છે. આ પહેલા તેઓ ક્વોડ કન્ટ્રીની બેઠકમાં 23 માર્ચે ભારત આવ્યા હતા.
ભારત અને જાપાન વચ્ચે આ 15મી વ્યૂહાત્મક વાતચીત છે, જેમાં બંને દેશોની વૈશ્વિક ભાગીદારીની વાત કરવામાં આવી રહી છે. વાસ્તવમાં જાપાનના વિદેશ મંત્રી હયાસી દક્ષિણ એશિયાઈ દેશોના સમૂહની મુલાકાતે છે.
ભારત-જાપાન ફોરમમાં ભાગ લીધો
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશીએ ભારત-જાપાન ફોરમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે જાપાનનો અર્થ ભારત માટે ઘણો છે. જાપાને છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજીમાં અદભૂત વિકાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઘણી પ્રગતિ કરી રહ્યું છે.