Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના શિશુ વોર્ડ (NICU)માં શુક્રવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા.


આ ઘટના રાત્રે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં સ્પાર્કિંગના કારણે આગ લાગી હતી. સીએમ યોગીએ દુર્ઘટના બાદ તરત જ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કમિશનર અને ડીઆઈજીને 12 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો. ડેપ્યુટી સીએમ અને આરોગ્ય મંત્રી બ્રજેશ પાઠક પહોંચી ગયા છે.