Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારની કામગીરી જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ નાણાકીય હેરફેર મામલે તંત્ર પણ સાબદુ બની ગયું છે. આજે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં 40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શહેરના ઢેબર રોડ પર જસાણી સ્કૂલ પાસે ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિને તપાસ ટીમે અટકાવ્યો હતો. નાણાકીય હેરફેર મામલે ટીમના ચેકિંગ દરમિયાન 40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઇ છે. હાલ તો ઇન્કમટેક્સ વિભાગની ટીમ દોડી ગઈ છે અને નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે. આ અંગે રાજકોટના ડીડીઓએ પ્રાથમિક માહિતી આપી છે.

ફોર્ચ્યુનર કારમાં 40 લાખની રોકડ સાથે પસાર થતા વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો. ચેકિંગમાં રહેલી ટીમે તપાસ કરી તો આ વ્યક્તિની ફોર્ચ્યુનરમાંથી 40 લાખની રોકડ મળી હતી. આથી તેને અટકાવ્યો હતો. આ વ્યક્તિ કોઈ કારખાનાનો માલિક હોવાનું જાણવા મળ્યું છે. જાણ થતા જ ઇન્કમટેક્સ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને તપાસ હાથ ધરી છે.

હજુ ગત શનિવારે રાજકોટના રેલવે સ્ટેશન ખાતેથી રૂ.1.35 કરોડનું સોનુ ઝડપાયું હતું. રેલવે SOG અને IT વિભાગની ખાસ સ્ક્વોડે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આંગડિયા પેઢી મારફત ટ્રેનમાં મુંબઈથી સોનાના 21 બિસ્કિટ અને 300 ગ્રામ ઘરેણા આવતા હોવાની બાતમીના વોચ ગોઠવાઈ હતી અને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.