Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એક તરફ દુનિયા કેશલેસ થઇ રહી છે તો બીજી તરફ બ્રિટનના લોકો કેશ પેમેન્ટ તરફ વળી રહ્યા છે. વધતી મોંઘવારીમાં ખર્ચ પર લગામ કસવા માટે તેઓ આ ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. તેમના મતે ઑનલાઇન પેમેન્ટ કરવાથી ખર્ચનો અહેસાસ થતો નથી અને જરૂર કરતાં વધુ ખર્ચ થાય છે, જ્યારે રોકડ આપતા સમયે પૈસા ઓછા થઇ રહ્યા હોવાનો અહેસાસ થાય છે.


આપણે જે રીતે ક્રેડિટ કાર્ડથી આપણી ચૂકવણીની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરીએ છીએ એવી જ આ વસ્તુ પણ છે. પછી ક્રેડિટ કાર્ડની જાળમાં ફસાઇ જઇએ છીએ. બ્રિટનની પોસ્ટ ઓફિસે ઓગસ્ટ મહિનામાં જ અંદાજે 9 હજાર કરોડ રૂપિયાની રોકડથી લેણ-દેણ કરી હતી, જે અત્યારસુધી એક મહિનામાં સર્વાધિક છે. પોસ્ટ ઓફિસ અનુસાર આગામી દિવસોમાં લોકો પોતાના ખર્ચ પર અંકુશ રાખવા માટે રોકડનો વપરાશ વધારશે. કૉર્નેગી યુનિવર્સિટીના ઓફેર જેલરમેયરે પોતાના થીસિસમાં ‘પેન ઑફ પેઇંગની’નો ખ્યાલ આપ્યો. કેટલીક વસ્તુ માટે ચૂકવણી કરતી વખતે મજા આવે છે તો ક્યારેક નારાજગી પણ રહે છે. તેને જ પેન ઑફ પેઇંગ કહે છે. તેઓ કહે છે કે કેશ પેમેન્ટથી આપણે પેન ઑફ પેઇંગમાંથી પસાર થઇએ છીએ. જે આપણને બિનજરૂરી ખર્ચથી બચાવે છે.

સોશિયલ મીડિયા પર કેશ સ્ટફિંગના પ્રકારો ટ્રેન્ડ કરી રહ્યાં છે. પર્સનલ ફાઇનાન્સ પ્લેટફોર્મ ક્રેડેલોના સરવે અનુસાર અડધાથી વધુ યુવાઓ રોકડથી લેણદેણ કરી રહ્યાં છે. જેલરમેયરની થિયરી પર બીજા સંશોધકોએ ‘પેન ઑન મોબાઇલ પેમેન્ટ્સ’ પર સંશોધન કર્યું છે.

તેઓએ જણાવ્યું કે મોબાઇલ પેમેન્ટથી સૌથી ઓછુ દુખ થાય છે. એટલે કે મોબાઇલથી પેમેન્ટ કરવા પર પૈસા ખર્ચ થવાનો સૌથી ઓછો અહેસાસ થાય છે. જ્યારે કાર્ડથી ચૂકવણી કરવાથી તેનાથી વધુ પરંતુ રોકડથી ચૂકવણી કરવાથી મનમાં કંઇક ગુમાવ્યું હોવાની ભાવના થાય છે. તેનાથી ખર્ચ નિયંત્રણમાં રહે છે. જ્યારે પે લેટર જેવી સ્કીમથી ખર્ચ અને ચૂકવણીની ક્ષમતાનો પણ અહેસાસ થતો નથી. જે વધુ દ્વિધામાં મૂકે છે.