Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 40 કિમી દૂર ઉત્તરમાં આવેલ ટોંગી પ્રાંતમાં ઈસ્લામિક સભા ‘ઇજતેમા’ના આયોજનને લઈ મૌલાના સાદ અને મૌલાના ઝુબેરના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હિંસામાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના મતે બંને સમુદાયે દાવો કર્યો છે કે 7 લોકોનાં મોત નીપજ્યાં છે. સ્થિતિને જોતાં પ્રશાસને સમગ્ર વિસ્તારમાં કમલ 144 લાગુ કરી દીધી છે. પોલીસ અને સૈન્યના જવાનોને તહેનાત કરી દેવાયા છે.


ઢાકા મેડિકલ કોલેજમાં પણ મારામારીની ઘટના સામે આવી હતી. ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જણાવ્યું હતું કે હત્યામાં સામેલ કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

ઝુબેરના સમર્થકોએ મેદાન પર કબજો કર્યો બાંગ્લાદેશ પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના સાદના સમર્થકો આગામી શુક્રવારથી 5 દિવસીય ઇજતેમાનું આયોજન કરવા માગે છે. મૌલાના ઝુબેરના સમર્થકો નથી ઈચ્છતા કે તેઓ અહીં ઈજતેમાનું આયોજન કરે. આ કારણોસર ઝુબેરના સમર્થકોએ પહેલેથી જ ઇજતેમા મેદાન પર કબજો જમાવી લીધો હતો. ઘણા દિવસોથી બંને પક્ષો વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. મંગળવારે સવારે સાડા ત્રણ વાગ્યે સાદના સમર્થકો મેદાનમાં ઘૂસવા લાગ્યા, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.