રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ (10 ડિસેમ્બર) સમાપ્ત થઈ રહ્યો છે. શક્તિકાંત દાસને 12 ડિસેમ્બર, 2018ના રોજ આરબીઆઈના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.
તેમના સ્થાને કેન્દ્રીય કેબિનેટે નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાની નિમણૂક કરી છે. સંજય આવતીકાલે (11 ડિસેમ્બર) ચાર્જ સંભાળી રહ્યા છે. શક્તિકાંત દાસે એક પત્રકાર પરિષદમાં RBI ગવર્નર તરીકેના તેમના અનુભવો શેર કર્યા હતા.
શક્તિકાંત દાસ 6 વર્ષ સુધી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સુકાન પર રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન દાસની સફળતાનો દર નિષ્ફળતા કરતા વધારે હતો. તેમણે ભારતની નાણાકીય વ્યવસ્થાને અનેક પડકારોમાંથી બહાર લાવી. કોરોના દરમિયાન દાસના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.