પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો હતો અને જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી, તો બીજી તરફ શૂટર મનુ ભાકરે બે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું, બંને એથ્લેટ્સે ભારત માટે મેડલ જીત્યા હતા. ઓલિમ્પિકમાં જ્યારે ઈતિહાસ સર્જાયો હતો, ત્યારે એક અન્ય કારણ પણ હતું જેના લીધે બંને એથ્લેટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. નીરજ અને મનુ વચ્ચે લિન્ક-અપના સમાચાર ખૂબ વાયરલ થયા હતા. જે અંગે મનુના પિતાએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે બંને વચ્ચે આવું કંઈ નથી.
આ સિવાય મનુની માતા પણ પેરિસ ઓલિમ્પિક દરમિયાન નીરજ સાથે વાત કરતી જોવા મળી હતી. મનુ ભાકરની માતા સુમેધા ભાકરે નીરજ સાથે જે રીતે વાત કરી એ જોઈને એવું લાગ્યું કે ચર્ચા માત્ર મનુ વિશે જ હતી. સોશિયલ મીડિયા પર લોકોએ આ વિશે અટકળો શરૂ કરી દીધી હતી. આ મોમેન્ટ પણ વાયરલ થઈ. હવે શૂટરની માતાએ આ ખાસ મોમેન્ટને લઈને પોતાનું મૌન તોડ્યું છે.