આજે એટલે કે 11મી ડિસેમ્બરે ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 16 પોઈન્ટના ઉછાળા સાથે 81,526 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 31 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 24,641ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 18 ઘટ્યા અને 12 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 26 વધ્યા અને 23 ઘટ્યા. એક શેર બંધ ફ્લેટ. આજે ફાઇનાન્સ, ઓટો અને એફએમસીજી શેર્સમાં વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે બેન્કિંગ અને એનર્જી શેર આજે ઘટ્યા હતા.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.65% અને કોરિયાનો કોસ્પી 0.72%ની તેજી છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.13%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.