Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના ગુંદાવાડીમાં રહેતા દંપતીએ પુત્રીની ટ્યૂશન ફીના મુદ્દે શિક્ષકને તમાચા ઝીંકી કાનના પડદા ફાડી નાખતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કરણપરા 8-18માં રહેતા અને ગોવિંદપરા-1માં શ્રી ગ્રૂપના નામથી ટ્યૂશન ક્લાસીસ ચલાવતા અજયભાઇ કિશોરકુમાર શાહ નામના શિક્ષકે ગુંદાવાડી-22માં રહેતા કમલેશ રાણપરા અને તેની પત્ની માધુરી સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


શિક્ષકની ફરિયાદ મુજબ, કમલેશ રાણપરાની ધો.11માં ભણતી પુત્રી સાક્ષી પોતાને ત્યાં ટ્યૂશનમાં આવે છે. સાક્ષીની રૂ.14,500ની ક્લાસીસ ફી ભરવાની બાકી હોવાથી તેને ફી ભરી દેવાની વાત કરી હતી. જેથી સાક્ષીએ તેની માતાને વાત કરી હોય તા.24ના રોજ માધુરીબેને ફોન કરી ટ્યૂશન ફી દિવાળી પર આપી દેવાનું કહ્યું હતું.

જેથી ફી બાકી રાખવાની પદ્ધતિ ન હોવાનું કહેતા માધુરીબેને તેના પતિ કમલેશને ફોન આપ્યો હતો. અને તેને કહ્યું કે, તમારી ફી મારી પાસે તૈયાર છે, પરંતુ મારે અત્યારે આપવી નથી તમને દિવાળી પર જ આપીશ. તમારે મારી દીકરીને ભણાવી તો પડશેની વાત કરી હતી. બાદમાં કમલેશભાઇએ હું મારા મિત્ર સાથે માથાકૂટ કરવા ક્લાસીસે આવીશની વાત કરતા પોતે પોલીસને બોલાવશેની ચીમકી આપી હતી. જેથી કમલેશ વધુ ઉશ્કેરાય ગયો હતો અને તમારે જેને બોલાવવા હોય તેને બોલાવી લેજો, સીસીટીવી પણ ચાલુ કરી દેજોની ગર્ભિત ધમકી આપી હતી.