Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી-20 શ્રેણીમાં ભારતે પ્રથમ 2 મેચ જીતી 2-0થી લીડ મેળવી લીધી છે. ત્યારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાનાર આજની ત્રીજી મેચ ખૂબ જ મહત્ત્વની છે. ત્રીજી ટી-20 મેચ પૂર્વે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા બંને ટીમે રાજકોટના મેદાન પર નેટપ્રેક્ટિસ કરી હતી. જેમાં બપોરના 1થી 5 વાગ્યા સુધી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો. ત્યારબાદ સાંજના 5થી 8 વાગ્યા સુધી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ નેટપ્રેક્ટિસ કરી હતી. ત્યારે ટીમ ઇન્ડિયા સતત ત્રીજી મેચ જીતી સિરીઝ કબજે કરવા ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે.

7 જાન્યુઆરી 2023ના મેચમાં સૂર્યકુમાર યાદવે 51 બોલમાં અણનમ 112 રન કર્યા હતા. બાદમાં ભારત શ્રીલંકા સામે 2-1થી સિરીઝ જીતી હતી. આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા હતો. ભારતે સૌ પ્રથમ બેટિંગ કરી 228 રન કર્યા તો શ્રીલંકા 137 રનમાં જ ઓલઆઉટ થયું હતું. આ મેચમાં અર્શદીપસિંહે 4 વિકેટ લીધી હતી.