Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ સહિત આખા રાજ્યમાં ચકચારી બનેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા હતા, જેના કારણે એક વર્ષ મેળાનું આયોજન પણ થઇ શક્યું ન હતું. જેના બીજા જ વર્ષે SOPમાં ફેરફાર કરવામાં આવતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગના બાબુઓને કટકી કરવાનો વિચાર આવ્યો અને રાઇડ્સ સંચાલકને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે રૂપિયા એક લાખની લાંચ પણ માંગી હતી. જો કે ફરિયાદીએ એસીબીને જાણ કરતા આજરોજ રાજકોટ એસીબીના હાથે માર્ગ અને મકાન વિભાગના ક્લાસ વન અધિકારી કાર્યપાલક ઈજનેર તથા ક્લાસ ટુ અધિકારી નાયબ કાર્યપાલક ઈજનેર અન્ય ખાનગી માણસ સાથે મળી રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપાઇ જતા એસીબીએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ યોજાતા લોકમેળામાં યાંત્રિક રાઇડ્સનો ધંધો કરતા ફરિયાદીએ ભાગીદારીમાં જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના રણુજા ખાતે લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ ચકડોળ રાખ્યું હતું. દરમિયાન રાજકોટ માર્ગ અને મકાન વિભાગના ક્લાસ વન અધિકારી કાર્યપાલ ઈજનેર પીયુષ બાબુભાઇ બાંભરોલીયા ચેકિંગમાં ગયા ત્યારે તેની સાથે નાયબ કાર્યપાલ ઈજનેર ક્લાસ ટુ અધિકારી નિરવ પ્રવિણચંદ્ર રાઠોડે ફરિયાદીને યાંત્રિક રાઇડ્સનું ફિટનેસ સર્ટી આપવાના રૂ.1 લાખની માંગણી કરી હતી અને અંતે રૂ.50,000 આપવાનું નક્કી કર્યું હતું.